વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી અનઔપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બપોરે 2 વાગે ચેન્નાઈ પહોંચી ગયા છે અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે મોદી અને જિનપિંગની મુલાકાતનો કાર્યક્રમ અંદાજે 6 કલાક ચાલશે આ દરમિયાન ભારતીય વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે 40 મિનિટ સુધી વન ટુ વન મીટિંગ થશે
ભારત-ચીન વચ્ચે આ વખતે ઈન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમાં થવાની છે અહીં વડાપ્રધાન મોદી શી જિંનપિંગ સાથે મુલાકાત કરશે આ દરમિયાન ઘણાં મહત્વના મુદ્દાઓ વિશે વાતચીત કરવામાં આવશે ચીની રાષ્ટ્રપતિની આ 48 કલાકની મુલાકાત છે જોકે આ ઈન્ફોર્મલ સમિટ હોવાથી આ મુલાકાત દરમિયાન કોઈ કરાર કરવામાં આવશે નહીં અને કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવશે નહીં