અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં આજે રવિવારે સાડા અગિયાર વાગ્યે એક બેકાબૂ કારે 15 જેટલા વાહનોને અડફેટે લીધા હતા કારને એક 12 વર્ષીય સગીર ચલાવતો હોવાનું બહાર આવ્યું છે અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે જ્યારે પોલીસે અકસ્માતગ્રસ્તને કબજામાં લઈ લીધી છે અને કાર ચલાવનાર સગીરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે