બોડેલીમાં 120ની સ્પીડે દોડતી કાર 100 લોકોને અડફેટે લેતા રહી ગઇ

DivyaBhaskar 2019-04-26

Views 660

છોટાઉદેપુર: છોટાઉદેપુર તરફથી આવેલી એક સ્કોર્પિયો ગાડી 120ની ઝડપે બોડેલીનાં વિવિધ માર્ગો પર દોડીને લોકોના જીવ અધ્ધર કરી દીધા હતાં જો કે મોડાસર ચોકડી પર તરબૂચની લારીને અથાડીને ગાડી થંભી જતા પોલીસે એકની અટક કરીને ફરાર ચાર યુવકોની શોધખોળ શરૂ કરી છે બોડેલીના ભરચક વિસ્તારમાં ફુલસ્પીડ ગાડી ચલાવીને જાણે આતંક મચાવવા આવ્યા હોય તેવો માહોલ ઉભો થતા સૌ કોઈ ગભરાઈ ગયા હતાં

છોટાઉદેપુર તરફથી આવતી સ્કોર્પિયો ગાડી મોડાસર ચોકડી થઈને ડભોઈ રોડ પર પાણીની ટાંકી તરફથી જમના પાર્ક થઈને બોડેલીના સાંકડા ભરચક માર્ગ પર 120ની સ્પીડે ગાડી દોડતી જોઈને સૌ ચોકી ઉઠ્યા હતાં પાછળ પોલીસ વેન તેને પકડવા પડી હતી

સો જેટલા લોકોનો આબાદ બચાવ
છોટાઉદેપુરથી અલિપુરા ચોકડી અને જમના પાર્ક થઈને પિકઅપ સ્ટેન્ડ થઈને ઢોકલિયા ત્રણ રસ્તેથી મોડાસર ચોકડી સુધી 120થી વધુ સ્પીડે સ્કોર્પિયો ગાડી ચલાવીને આતંક મચાવનાર પાંચ યુવકોએ 100 જેટલા લોકોને અડફેટે લેતા રહી ગયા હતાં

ઓરસંગ બ્રિજ પર કપાસનાં વેપારી સતિષભાઈ દલાલ અને જયદીપ અલગ એક્ટિવા લઈને બોડેલી તરફ આવી રહ્યાં હતાં ત્યારે સામેથી આવતી સ્કોર્પિયોનાં ચાલકે તેઓની ઉપર ગાડી નાખતા તેઓ નદીમાં નીચે જતા આબાદ રહી ગયા હતાં જે લોકોનો આબાદ બચાવ થયો તેઓ પોલીસ મથકે આવીને પકડાયેલા યુવક પર રોષ ઠાલવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS