દિલ્હીમાં સ્ટ્રીટ ક્રાઈમનો ભોગ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી દમયંતીબેન પણ બન્યા છે સિવિલ લાઈન્સ વિસ્તારમાં ગુજરાતી ભવન ગેટની ઠીક સામે તેમનું પર્સ અજાણ્યા શખ્સ સ્કૂટી પર લઈને ફરાર થઈ ગયા હતા દમયંતી બહેને કહ્યું કે, મે વિચાર્યું નહોતું કે મારી સાથે આવી ઘટના બની જશે આ સાથે જ રવિવારે દિલ્હી પોલીસે નવા કરીમ વિસ્તારમાંથી બે આરોપીઓ નોન ઉર્ફે ગૌરવ અને નદીમ ઉર્ફે બાદવની ધરપકડ કરી છે સાથે લૂંટેલો માલ પણ જપ્ત કરી લીધો છે જેમાં 56 હજાર રૂપિયા, 2 મોબાઈલ અને પર્સ સામેલ છે