બેચરાજી : શરદ પૂનમ અને રવિવારને લઇ બહુચર માતાજીના ૫૨૦૦ વર્ષ પ્રાચીન આદ્યસ્થાનક શંખલપુર ગામે વહેલી સવારથી જ માઇભક્તોની માના દર્શન માટે ભીડ જામી હતી દિવસ દરમિયાન એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માના દર્શનનો લાભ લીધો હોવાનું ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ અને મંત્રી અમૃતભાઈ પટેલે જણાવ્યું હતું શરદ પૂનમ નિમિત્તે ઉત્તર ગુજરાત, અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ચરોતર પંથકમાંથી 25થી વધુ પગપાળા સંઘોએ મા બહુચરના શિખરે ધજા અર્પણ કરી હતી રાજકોટના માઇભકત હંસાબેન રાજકોટવાળા તરફથી છપ્પનભોગ મનોરથ કરાયો હતો જ્યારે અમદાવાદના માઈભક્ત હસમુખભાઈ માળી દ્વારા મંદિરને નયનરમ્ય ફુલોથી શણગારવામાં આવ્યું હતું