જૂના વાહનો પર HSRP નંબર પ્લેટ લગાવવાની મુદત 30 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે રાજ્યમાં જૂના વાહનો પર નંબર પ્લેટ લગાવવા માટેની આખરી તારીખ 16-10-2019 જાહેર કરાઈ હતી પરંતુ નાગરિકોના વધુ પડતા ઘસારાને ધ્યાને લઈ હેતુસર ઉચ્ચ સ્તરીય બેઠકને અંતે રાજ્ય સરકાર દ્વારા આ મુદત 30 ઓક્ટોબર 2019 સુધી લંબાવાઈ છે તામિલનાડુના મહાબલિપુરમમાં આજે મોદી અને જિનપિંગ મુલાકાત કરશેચીનના રાષ્ટ્રપતિ બે દિવસ ભારતની યાત્રાએ આવી રહ્યા છે મહાબલીપુરમમાં આયોજિત બીજી દ્રિપક્ષીય અનૌપચારિક શિખર સમ્મેલન માટે યૂનેસ્કોએ જાહેર કરેલાં વર્લ્ડ હેરિટેજ સ્થળે બંને વચ્ચે મુલાકાત થશે મોદી અને જિનપિંગની આ અત્યાર સુધીની 15મી મુલાકાત હશે