સુરતઃબેગમપુરામાં દારૂખાના રોડ પર આવેલી મોતી ટોકિઝની બાજુમાં બે મકાનમાં આગ લાગી ગઈ હતી લાકડાના મકાનમાં લાગેલી આગના પગલે આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો હતો ઘરના સભ્યો નોકરી ધંધે ગયા હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી