અમરેલી:ગીર પંથકમાં પડેલા ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ છે જેના કારણે મગફળી અને કપાસનાં પાકને ભારે નુકસાન થયું છે શુક્રવારે ધારી અને ગીરનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો વરસાદનાં કારણે ખેતરોનું ધોવાણ થઈ ગયું હતું જેને લઈને મગફળી અને કપાસના પાકને નુકસાન થયું છે જેથી ખેડૂતોમાં ચિંતો જોવા મળી રહી છે બીજી તરફ ધારી ગીરમાં આવેલા સુખપુર ગામના પુલનું ધોવાણ થતાં ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો