કુલ્લૂ- મનાલી ઘાટીમાં સતત થઈ રહેલા ભારે વરસાદને પગલે બ્યાસ નદી સહિત અનેક નાળાંમાં પૂર આવ્યું છે સતત તેના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે બ્યાસ નદીમાં અચાનક જ પાણીમાં ઉછાળો આવતાં જ પતલીકૂહલ નદીના પટમાં પણ પાણીનું લેવલ વધી ગયું હતું અચાનક જ પૂરની સ્થિતિ સર્જાતાં જ ત્યાં બે લોકો ફસાઈ ગયા હતા આ દૃશ્ય જોઈને તરત જ ત્યાં હાજર ક્રેનની મદદ લઈને આ લોકોને બચાવાયા હતા ક્રેનના છેડે દોરડું બાંધીનેફસાયેલા લોકોને વારાફરતી લિફ્ટ કરાયા હતા પાણીનો વેગ એટલો તીવ્ર હતો કે એક વ્યક્તિ તો દોરડા સાથે જ તણાવા લાગ્યો હતો જેને ફરી માંડમાંડ રેસ્ક્યુ કરાયો હતો નદીના પટની આસપાસ વસતા અનેક લોકોએ પણ તેમના ઘર ખાલી કરીને સલામત સ્થળે જતા રહેવામાં જ પોતાની ભલાઈ સમજી હતી નદીમાં પૂરની સ્થિતી જોઈને તંત્રએ પણ સ્થાનિકોને તેનાથી દૂર રહેવા માટેની અપીલ કરી હતી નેહરુકુન્ડ, બાહંગ રાંગડી, ડોભી વિહાલ જેવા અનેક ગામોના લોકો પણ અત્યારે આસમાની આફતના કારણે ચિંતિત છે