રાજકોટ:સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો ગીર ગઢડા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે બપોર બાદ ધોધમાર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડ્યો છે છેલ્લી બે કલાકમાં ગીરગઢડામાં 3, કોડીનારમાં અઢી અને તાલાલામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ગીર ગઢડામાં ભારે વરસાદના પગલે રૂપેણ નદીમાં, કોડીનારના અરણેજ ગામ નજીક સોમત નદી અને હરમડિયા નજીક શાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું છે રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા