મહારાષ્ટ્ર ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરતાં જ ટિકિટ વહેંચણીનો અંદરોઅંદર ચાલી રહેલો વિવાદ હવે સપાટી પર આવ્યો હતો રાજ્યના એક સમયના પૂર્વ મંત્રી એવા પ્રકાશ મેહતાની ઘાટકોપર પૂર્વ બેઠક પરથી ટિકિટ કપાતાં જ તેમના સમર્થકોએ નારાજ થઈને
જાહેર કરાયેલા ઉમેદવારની કાર પર હુમલો કર્યો હતો સતત છ વખત આ સીટ પર ધારાસભ્ય રહેલા પોતાના નેતાને પાર્ટીએ રિપીટ ના કરતાં આ હોબાળો સામે આવ્યો હતો પ્રકાશ મેહતાના સમર્થકોના રોષનો ભોગ પણ પક્ષે જાહેર કરેલા પરાગ શાહ નામના ઉમેદવારની કાર બની હતી સમર્થકોએ તેમની કાર સાથે માથાં પછાડીને તોડફોડ પણ કરી હતી
પોલીસ પણ ઘટનાનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે કેટલાક સમર્થકોએ આ કારને આંતરીને તેના કાચ તોડીને અન્ય વાહનોને પણ નુકસાન કર્યું હતું આ સમયે કારની અંદર જ પરાગ શાહ બેઠેલા હતા સદનસીબે તેમને કોઈ ઈજા થઈ નહોતી