બિહારમાં પૂરનો કહેર યથાવત, 10 જિલ્લાઓ હજી એલર્ટ પર

DivyaBhaskar 2019-10-03

Views 542

હવામાન વિભાગે બિહારના પટના, વૈશાલી, બેગુસરાય અને ખગડિયા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે પટના વહીવટીતંત્રે આગામી બે દિવસ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા નિર્દેશ કર્યા છે વીતેલા 72 કલાકમાં વરસાદ ન પડતાં ફરી એક વાર નૈઋત્યના ચોમાસાએ યુ-ટર્ન લીધો છે પૂર્વ યુપી અને પૂર્વ મધ્યપ્રદેશમાં સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે ટ્રફ લાઈન બિહારથી બંગાળ તરફ ફંટાઈ રહી છે આ કારણે જ ફરી એક વાર આફતના એંધાણ સાંપડ્યા છે

પટના માટે આ સિઝનમાં પહેલીવાર ઓરેન્જ એલર્ટઃહવામાન વિભાગે તો પટના સહિત રાજ્યના 10 જિલ્લામાં એલર્ટ જારી કર્યું છે બુધવારે એક પણ જિલ્લામાં એલર્ટ નહોતું આ સિઝનમાં પટણા માટે પહેલીવાર ઓરેન્જ એલર્ટ અપાયું છે આ અગાઉ બે વખત યલો એલર્ટ જારી કરાયું હતું બિહારમાં અત્યાર સુધીમાં પૂરને લીધે 73ના મોત થઈ ચૂક્યા છે અને 15 જિલ્લા વિભાગમાં 21 લાખની વસતિને અસર થઈ છે પટણાના કલેક્ટરે જણાવ્યું કે, પાણી ઉલેચવા, ઢોર-ઢાંખરના મૃતદેહોના નિકાલ માટે તેમજ લોકોને રાહત પહોંચાડવા 75 ટીમ જોતરાયેલી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS