અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાધર ઓફ ઇન્ડિયાની ઉપાધિ આપતાં ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસી ગુસ્સે ભરાયા હતાઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ફાધર ઓફ ઇન્ડિયા ગણાવતા અસદુદ્દીન ઓવૈસીએ ટ્રમ્પ અને મોદી પર નિશાન સાધ્યું છે ઓવૈસીએ જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી દૂર-દૂર સુધી ફાધર ઓફ ઇન્ડિયા નથી તેમણે કહ્યું કે ‘ડોનાલ્ડ ટ્રમ્પ એક અભણ વ્યક્તિ છે, તેમને ભારત વિશે કે દુનિયા વિશે કંઇ ખબર નથી ટ્રમ્પ મહાત્મા ગાંધી વિશે પણ કંઈ જાણતા નથી જો ટ્રમ્પ કંઇ જાણતા હોત તો તેઓ આ પ્રકારના નિવેદનો ન આપત ઉલ્લેખનીય છે કે, ઓવૈસી આ પહેલાં પણ કેટલીયવાર વિવાદીત અને નિમ્ન કક્ષાનાં નિવેદનો કરી ચૂક્યાં છે