હાઇકોર્ટના રિટાયર્ડ જજે ઘરમાં પુત્રવધુને મારી, ઘરેલું હિંસાનો વીડિયો આવ્યો સામે

DivyaBhaskar 2019-09-21

Views 109

આ બ્લેક એન્ડ વ્હાઇટ સીસીટીવી ફૂટેજ જોઇને તમને આઇડિયા તો આવી જ ગયો હશે કે ઘરના કેટલાંક સભ્યો એક લેડીને બેરહેમીથી માર મારી રહ્યા છે ઘરના લિવિંગ રૂમમાં મહિલાનો પતિ અને તેના સાસુ સસરા તેને ફર્શ પર ઢસડે છે અને મહિલાના સસરા તેને વાળ પકડી પકડીને મારે છે મહિલાની નાનકડી દીકરી આ તમાશો જોઈ ડરી જાય છે અને તે માતાના ખોળામાં જઈને બેસી જાય છે પરંતુ આ નિર્દયી લોકો મહિલા પર ક્રુર અત્યાચાર કરી રહ્યા છે તમને જાણીને નવાઇ લાગશે કે ડૉમેસ્ટિક વાઇલન્સનો આ કિસ્સો હૈદરાબાદનો છે અને દુર્વ્યવહારનો શિકાર બનેલી મહિલા 30 વર્ષની સિંધુ શર્મા છે અને તેને માર મારનારા તેના સસરા મદ્રાસ હાઇકોર્ટના રિટાયર્ડ જજ છે આ ગૂન્હામાં તેની પત્ની પણ તેને સાથ આપી રહી છે મહિલાના જણાવ્યા મુજબ તેના સાસરી પક્ષે દહેજના કારણે તેના આ હાલ કર્યા હતા ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ લોકોમાં રોષ છે અને મહિલાના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ દહેજ અને ઘરેલું હિંસા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS