રાજકોટ: રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં હતા પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કેટીચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે અહીં 111 બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ હતા તેની પાછળ ડોક્ટરની બેદરકારી હોવાનું ચર્ચાઇ રહ્યું છે આજે આ જ હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં બીમાર બાળક સાથે મહિલા 5 વાગ્યાની બેઠી છે છતાં કોઇ ડોક્ટર આવ્યા નથી આથી ડોક્ટર હાજર ન હોવાથી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા છે