મિત્રો આપ સૌ જાણતા જ હશો કે પૂજા પાઠ સમયે શંખ વગાડવો શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ઘરમાં શંખ ન હોય ત્યા લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી. મા લક્ષ્મી અને વિષ્ણુ જી બંને પોતાના હાથમાં શંખ લઈને રહે છે. આ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે. અને ખુશીઓ લાવે છે. તેનો અવાજ જ્યા સુધી જાય છે ત્યા સુધી વાયુ શુદ્ધ થઈ જાય છે. એવા ઘણા લોકો હોય છે જેમને ખબર નથી કે શંખ વગાડવાથી સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. શંખ વગાડવાથી શરીરના અનેક રોગ દૂર થઈ જાય છે.