મદ્રાસ હાઇકોર્ટે કહ્યું- હોર્ડિંગ્સની વિરુદ્ધ આદેશ આપી-આપીને અમે થાકી ગયા

DivyaBhaskar 2019-09-14

Views 7.2K

તમિલનાડુમાં શાસક પક્ષ અન્નાદ્રમુકના એક ગેરકાયદેસર હોર્ડિંગે ચેન્નાઇમાં 23 વર્ષની આશાસ્પદ સોફટવેર એન્જિનિયર યુવતી સુબાશ્રીનો જીવ લઇ લીધો સ્કૂટર પર ઓફિસથી ઘેર પરત થતી વખતે હોર્ડિંગ પડતા યુવતી રોડ પર લપસી પડી, તે જ સમયે પાછળથી આવતા ટેન્કરે તેને કચડી નાંખી આ ઘટના અંગે શુક્રવારે મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકારને કડક ફટકાર લગાવી કોર્ટે કહ્યું કે અમે ગેરકાયદે હોર્ડિંગ્સ વિરુદ્ધ આદેશ આપી-આપીને થાકી ગયા હવે તો સરકાર પરથી પણ ભરોસો ઊઠી ગયો છે સોશિયલ એક્ટિવિસ્ટ ‘ટ્રાફિક’ રામાસ્વામીએ હાઇકોર્ટ સમક્ષ આ ઘટનાનો ઉલ્લેખ કરી તાત્કાલિક સુહોડીણીનો આગ્રહ કર્યો હતો જસ્ટિસ એમ સત્યનારાયણ અને એન શાસયીની બેન્ચે રાજ્ય સરકાર વતી હાજર રહેલા એડવોકેટ જનરલને કહ્યું કે જ્યારે ફ્લેક્સ બોર્ડ લાગી રહ્યાં હતાં ત્યારે અધિકારી ક્યાં હતા? ભોગ બનેલી યુવતીનાં માતા-પિતાને સરકાર શું જવાબ આપશે?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS