રાજકોટ: સીએમ વિજય રૂપાણી આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે છે ગોંડલમાં રામજી મંદિર ખાતે રમેશભાઇ ઓઝાની ચાલતી ભાગવત કથામાં વિજય રૂપાણીએ હાજરી આપી હતી રમેશભાઇ ઓઝાએ ફૂલનો હાર પહેરાવી વિજયભાઇનું સ્વાગત કર્યું હતું આજે કથાનો છેલ્લો દિવસ હોય વિજયભાઇ હાજરી આપવા આવ્યા હતા આ પ્રસંગે રાજકોટના કલેક્ટર પણ હાજર રહ્યા હતા બાદમાં બપોર બાદ રાજકોટની મુલાકાતે આવનાર છે અને 548 કરોડના રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે