વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી અનઔપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બપોરે 2 વાગે ચેન્નાઈ પહોંચી ગયા છે અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે જિનપિંગ સાંજે 5 વાગે મહાબલીપુરમ પહોંચ્યા હતા અહીં વડાપ્રધાન મોદીએ તેમનું તમિલ વેશભૂષામાં સ્વાગત કર્યું હતું આ દરમિયાન ભારતીય વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે 40 મિનિટ સુધી વન ટુ વન મીટિંગ પણ થશે