અમદાવાદઃ કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે આ મામલે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના લોકોને દંડમાંથી લગભગ 50 ટકા જેટલી રાહત આપી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારે આ મામલે નવા કાયદાની 50 કલમમોમાં ફેરફાર કરી અને દંડની રકમમાં ઘટાડો કર્યો છે આમ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ બનાવેલા નિયમો મુખ્યમંત્રી રૂપાણીએ ફેરવી નાંખ્યા છે ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરવામાં આવે તો તે માન્ય ગણાશે તેમજ દસ્તાવેજો સાથે ન હોય તો 15 દિવસમાં રજૂ કરી શકાશે