હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અર્બન બેંકમાં ફરી સત્તાનું સુકાન સત્તાધારી વિકાસ પેનલના હાથમાં

DivyaBhaskar 2019-09-09

Views 183

મહેસાણાઃ9000 કરોડનું ટર્નઓવર ધરાવતી મલ્ટી સ્ટેટ મહેસાણા અર્બન બેંકની હાઈપ્રોફાઈલ ચૂંટણીમાં વર્તમાન શાસકોની વિકાસ પેનલનો બહુમતીથી ઝળહળતો વિજય થયો છે જીકેપટેલની વિકાસ પેનલે 17માંથી 16 બેઠકો જીતી લીધી છે તો વિશ્વાસ પેનલમાંથી એકમાત્ર ડીએમ પટેલ જીત્યા છે જોકે, વિશ્વાસ પેનલના મહેન્દ્ર પટેલે એમ કહીને રિકાઉન્ટીંગ માગ્યું કે, 960ની પાતળી સરસાઇ છે એટલે ફેર મત ગણતરી થવી જોઇએ પણ તેમણે અરજી સાથે રકમ નિયત સમયમાં નહીં ભરતાં ચૂંટણી અધિકારીએ તેમની માંગણી નામંજૂર કરી હતી આ પછી જ ચૂંટણી અધિકારીએ રાત્રે 1-45 વાગે સત્તાવાર રીતે પરિણામ જાહેર કર્યું હતું જોકે, આ પહેલાં વિજેતા ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડીને વધામણાં કર્યા હતા ઉલ્લેખનીય છે કે, બેંકના કુલ 66,238 સભાસદો પૈકી 31,871એ મતાધિકારનો ઉપયોગ કરતાં 48 ટકા મતદાન નોંધાયું હતું રવિવારે રાત્રે દોઢ વાગ્યા સુધી બેંકના હેડ ક્વાર્ટર બહાર સમર્થકોનો મેળાવડો જામ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS