જ્યાં દેશમાં ચોતરફ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના સાવંત પરિવારે પણ આ વર્ષે હટકે થીમ દ્વારા ઘરે ગણેશજીનું સ્થાપન કર્યું હતું છેલ્લા 38 વર્ષથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરનાર દીપકભાઈ રાવત દર વર્ષે રાજકીય, સામાજિક કે પછી ધાર્મિક મુદ્દાઓને થીમ તરીકે પસંદ કરીને તેમના વિચારો વ્યક્ત કરવાની સાથે જ ઉત્સાહપૂર્વક ઉજવણી પણ કરે છે આ વર્ષે દેશમાં કાશ્મીર મુદ્દે જોવા મળતો રાષ્ટ્રપ્રેમ થીમ તરીકે રાખ્યો છે દીપકભાઈએ આવી થીમ પસંદ કરવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, મોદી સરકાર દ્વારા કાશ્મીરમાંથી કલમ 370 અને 35Aને નાબૂદ કર્યા બાદ દેશમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે દરેક ભારતીયનો આવો અનેરો ઉત્સાહ જોઈને જ અમને રાષ્ટ્રપ્રેમની થીમ રાખવાનો વિચાર આવ્યો હતો આ વિચારને સાર્થક કરવા માટે દીપક ભાઈએ પણ ગણેશ પંડાલમાં આબેહૂબ જમ્મુ-કાશ્મીરને ઉભું કર્યું હતું તેમના આ હટકે ડેકોરેશનમાં કાશ્મીરની સુંદરતા પણ જોઈ શકાય છે દેશનો દરેક નાગરિક કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવી શકે તેવી તેમની ભાવના તેમણે ગણેશના આ સ્થાપન દ્વારા વ્યક્ત કરી છે