અમદાવાદઃ જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના છઠ્ઠા માળના એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટવાને કારણે ભયંકર આગ લાગી હતી આ આગ લાગ્યા બાદ ઘરની અંદરનો વીડિયો સામે આવ્યો છે ભીષણ આગમાં સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી તેમજ કપડાં અને ફર્નિચર સહિતની વસ્તુઓ કૉલસો થઈ ગઈ હતીફ્લોરિંગ, સિલિંગ અને દીવાલમાંથી પોપડાં ઊખડી ગયા હતા આગ બાદ આખો ફ્લેટ ખંઢેર બની ગયો છે