પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મૂખર્જીએ ભૂતાનની જેમ દેશમાં ગ્રોસ હેપ્પીનેસ પર ભાર આપ્યો છે તેમણે કહ્યું કે ગ્રોસ હેપ્પીનેસ પણ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP)થી ઓછી નથી તેનો આધાર શિક્ષણ છે તેઓ શિક્ષક દિવસના પ્રસંગે ગુરૂવારે દિલ્હીની નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના પુસ્તક શિક્ષાના વિમોચન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા
મુખર્જીએ કહ્યું આજે વિશ્વ માત્ર ઘરેલુ ઉત્પાદ(જીડીપી) વિશે વાત કરી રહ્યું છે એવું નથી, તે આનાથી પણ વિશેષ કઈક ઈચ્છે છે કોઈ પણ દેશ માટે તેની જીડીપી તો મહત્વની છે જે પરંતુ તેની સાથે-સાથે ગ્રોસ હેપ્પીનેસને પણ મહત્વ અપાઈ રહ્યું છે
પૂર્વ રાષ્ટ્રપતિએ કાર્યક્રમમાં દિલ્હીના શિક્ષકોની પ્રશંસા કરી અને સિસોદિયાને બુક લખવા માટે ધન્યવાદ આપ્યા તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને સવાલો પૂછવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ