ગોંડલઃપ્રાતઃસ્મરણીય ભગવત સ્વરૂપ મહામંડલેશ્વર ૧૦૦૮ સદગુરુદેવ સ્વામી પરમ પૂજ્ય હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ સૂત્રને ચરિતાર્થ કરવાના ભાગરૂપે ‘દરિદ્રનારાયણની સેવા’ હરિ નારાયણની કથા ના ભાવ ને આત્મસાત કરવા માટે અષ્ટોત્તર શત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં પ્રથમ વખત જ સંતવર્ય પરમ પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું રસપાન કરાવવામાં આવશે મંગળવાર સાંજે રામેશ્વર મંદિરથી 108 પોથીની શોભાયાત્રા નીકળી હતી અને શહેરના રાજમાર્ગો પર ફરી કથા સ્થળે પહોંચી હતી બુધવાર સવારે 9:30 કલાકેથી કથાનો પ્રારંભ થશે આ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન ભારતના ક્રિકેટર ચેતેશ્વર અરવિંદભાઈ પુજારા પરિવાર છે આ સાથે દેશ-વિદેશમાં વસતા પૂજ્ય હરિચરણદાસજી મહારાજના ભક્ત સમુદાય પણ જોડાયા છે