ઈમરાન ખાન ફરી એકવાર તેમના પૂર્વ પત્નીના નિશાને છે, કાશ્મીર મુદ્દે ઈમરાન ખાને જે રીતે સ્ટેન્ડ લીધું હતું તેને વખોડીને રેહમ ખાને મજાક ઉડાવી હતી સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના પીએમ ઈમરાનની એક્સ વાઈફે જે રીતે ઈમરાન પર વાકબાણ છોડ્યાં હતાં તે સાંભળીને અનેક યૂઝર્સે આ વીડિયોને શેર કર્યો હતો રેહમ ખાને કહ્યું હતું કે ઈમરાન ખાન કાશ્મીર મુદ્દે અડધો કલાક પણ ઉભા રહે છે તે જ મોટી વાત છે તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ માત્ર સત્તા માટે થઈને જ કાશ્મીર મુદ્દાને ચગાવી રહ્યા છે જો કે, તેઓ આનાથી વધુ કંઈ કરી શકે તેમ પણ નથી રેહમ ખાને પાકિસ્તાનનો આ રવૈયૌ ભારત સમજી ગયું હોવાનું જણાવીને કહ્યું હતું કે હવે ઈમરાન ખાનથી કાશ્મીર મુદ્દે કંઈ વળે તેમ નથી એ જાણ થઈ ગયા હોવાથી જ ભારતના ટોચના લોકો પણ સીધા જ પીઓકે લેવાની વાત કરે છે કદાચ જો ભારત પીઓકે લઈ લેશે તો પણ પાકિસ્તાન કંઈ જ નહીં કરી શકે લિબિયામાં જન્મેલી અને બ્રિટિશ-પાકિસ્તાની પત્રકાર રેહમ ખાન એ ઈમરાન ખાનનાં બીજાં પત્ની હતાં