જૌહર યુનિવર્સિટી અંગે કેસોનો સામનો કરી રહેલા આઝમ ખાનની સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવે તરફેણ કરી છે મુલાયમે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, આઝમ ખાનને જાણી જોઈને બદનામ કરવામાં આવ્યા છે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે અને જો આ બધુ બંધ કરવામાં નહીં આવે તો બસપા રસ્તા પર ઉતરી જશે મુલાયમે કહ્યું કે, તેમ છતા કંઈ નહીં થાય તો તેઓ પોતે આ કેસ અંગે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે રામપુરથી સપા સાંસદ ખાન વિરુદ્ધ સોમવારે વધુ બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા તેમની સામે છેલ્લા બે મહિનામાં ચોરી, છેતરપિંડી જેવા ગંભીર આરોપોમાં અત્યાર સુધી કુલ 78 કેસો નોંધાઈ ચુક્યા છે