કેફે કોફી ડેના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થના મોત મામલે શ્રૃંગેરીના ધારાસભ્ય ટીડી રાજેગૌડાએ બુધવારે કહ્યું છે કે, સિદ્ધાર્થ આવકવેરા વિભાગથી પરેશાન રહેતા હતારાજેગૌડાએ જણાવ્યુ હતુ કે, સિદ્ધાર્થ 40 વર્ષથી પારિવારિક મિત્ર અને સહયોગી હતા રાજેગૌડાના જણાવ્યા પ્રમાણે સિદ્ધાર્થ ગુમ થયા તેના 4-5 દિવસ પહેલાથી જ પરેશાન હતા દેવું ચૂકવવા માટે તે પોતાની સંપત્તિ વેચવા માંગતા હતા તેમની સંપત્તિ લેણદારો કરતા વધારે હતી તેથી જો તેમને પરેશાન કરવામાં ન આવતા તો તેઓ આજે જીવતા હોત