ચીનના હુબેઇની એક સ્કૂલમાં આઠ બાળકો માટે પહેલો દિવસ જ મરણિયો બન્યો હતો રિપોર્ટ પ્રમાણે અહીં એક 40 વર્ષના શંકાસ્પદ વ્યક્તિએ શાળામાં આવી રહેલા આઠ બાળકો પર હુમલો કરી તેમને મારી નાખ્યા હતાં પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી સ્થાનિક પ્રશાસન દ્વારા ઘાયલોની સારવાર સાથે બાળકોની મનોવૈજ્ઞાનિક સારવાર પણ પૂરી પાડવામાં આવી છે જેથી તેમનામાંથી ડર દૂર થાય
આ ઘટના હુબેઇના ઇન્શિ શહેરની શાયાંગ્પો એલિમેન્ટરી સ્કૂલમાં બની હતી હુમલો શેનાથી કર્યો અને ઘટના કેવી રીતે થઇ તેની માહિતી પોલીસ અથવા સરકાર દ્વારા આપવામાં આવી નથી આ ઘટનામાં બે બાળકો ઘાયલ છે અહીં એલિમેન્ટરી સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોની ઉંમર 6 થી 13 વર્ષની વચ્ચે હોય છે ચીનમાં છેલ્લા અમુક વર્ષોથી સ્કૂલોમાં ચાકૂથી થતા હુમલાની સંખ્યા વધી છે એપ્રિલમાં એક વ્યક્તિએ હુનાન પ્રાંતની પ્રાથમિક શાળામાં બે લોકોને ચાકૂથી મારી નાખ્યા હતા આ ઘટનામાં બે ઘાયલ હતા જે વિદ્યાર્થીઓ હતા