સોમવારથી ગણેસોત્સવ શરુ થઇ રહ્યો છે હૈદરાબાદના ખૈરતાબાદમાં ગણપતિની 61 ફીટ ઉંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચાથી બનેલી આ મૂર્તિ 12 મુખી છે તેને શ્રી દ્વાદશાદિત્ય મહાગણપતિ નામ આપવામાં આવ્યું છે અહીં 1954થી લગાતાર દર વર્ષે ગણેશજીની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે આખા દેશમાં તે સૌથી ઉંચી મૂર્તિ છે
સીરાજેન્દ્રન, વેંકટ ગુવ્વાલા અને તેમની ટીમના 150 સભ્યોએ હૈદરાબાદમાં આ મૂર્તિ બનાવી છે તેને બનાવવાની શરુઆત મે મહિનામાં થઇ હતી તેમાં ત્રણ મહિનાથી વધારાનો સમય લાગ્યો છે તેનું વજન લગભગ 50 ટન છે પીઓપીની મદદથી આ મૂર્તિ બનાવવામાં આવી છે આ દેશની સૌથી ઉંચી બારમુખી ગણેશ પ્રતિમા છે જે ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવશે આ વર્ષે ગણેશજીની આ મૂર્તિ સૂર્યદેવના 12 સ્વરૂપોથી પ્રેરિત છે