ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ટોળાએ બે નિર્દોષોને ઢોરમાર માર્યો હતો જેના કારણે એકનું મોત થયું હતું તો અન્યની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું આ બંને યુવકો તેના ભત્રીજાની તબિયત ખરાબ હોવાથી તેને દવાખાને લઈ જતા હતા ત્યારે ટોળાએ તેમને બાળક ચોર સમજીને પકડ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પણ તેઓ આ બંનેને બચાવે તે પહેલાં તો રાજુ નામના યુવકનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું પોલીસે પણ આ મોબ લિંચિંગ મામલે ફરિયાદ નોંધીને કેટલાક લોકોની ધરપકડ કરી હતી મંગળવારે બપોરે ચંદૌસી પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ અપરાધના કારણે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે માયાવતીએ પણ આ મુદ્દે ટ્વીટ કરીને યૂપીમાં જંગલરાજ ચાલી રહ્યું હોવાનું કહીને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા