સુરતઃરાંદેર વિસ્તારમાં જાહેરમાં વેપારી પાસે ખંડણી માંગી તમાચા ઝીંકનાર માથાભારેને લોકોએ માર માર્યો હતોજેથી વર્ચસ્વ જમાવવા હુમલો કરનાર માથાભારે ઈસમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતોસમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી રાંદેર વિસ્તારમાં યાકુબ ચાકુ તીનબત્તી વિસ્તારમાં પોતાનો વર્ચસ્વ બનાવવા માટે રેમ્બો ચાકુ લઇ ટપોરીઓ સાથે ફરતો હતો 23 મીના રોજ જન્માષ્ટમીની મોડી સાંજે ઈરફાન હારુન જીવા નામના વેપારી પર તલવાર વડે હુમલો કર્યો હતોમસ્જિદમાં નમાજ પઢવા જતો હતો ઇરફાન હારુન પર તે વખતે હુમલો થયો હતો