સુરતઃવલસાડ કોર્ટમાં ઈશ્યુ કરવામાં આવેલા બીનજામીન લાયક વોરંટની બજવણી કરવા માટે ફલધરા ગામે ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કોન્સ્ટેબલને તાત્કાલિક સારવાર માટેહોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં હુમલા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વલસાડ કોર્ટમાંથી ફલધરા વણઝાર ફળીયામાં રહેતા સુભાષ મકન પટેલ,રણજીત મકન પટેલ અનેસુનિતા મહેશ પટેલના વિરુધ્ધ બિનજામીન લાયક વોરંટ નીકળ્યું હતું જેની બજવણી કરવા માટે કોન્સ્ટેબલ રૂબર ગયા હતાં જ્યાં આરોપીઓએ ઈરાદાપૂર્વક માર મારી ગાળો આપી ઝપાઝપી કરી હતી લાકડાના ફટકાથી માર મારતા ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાંપોલીસે હુમલો કરનાર બે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે