પાલનપુરઃ મૂળ જયપુરના અને ગુજરાતના સુરતમાં પરણેલી શ્વેતા મહેતા મોદી મિસિસ ઈન્ડિયા 2019 બન્યા બાદ ગઈકાલે મોડી સાંજે યાત્રાધામ અંબાજી ખાતે પોતાના પરિવાર સાથે આવી પહોંચી હતી જ્યાં નિજ મંદિરમાં અંબાના દર્શન કર્યા અને પોતાને મિસિસ ઇન્ડિયાનો મળેલો તાજ માં અંબાના ચરણોમાં મુકી પાછો પહેર્યો હતો જ્યાં મંદિરના પૂજારીએ શ્વેતા મહેતા મોદીને માતાજીની ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ શ્વેતાએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈ રક્ષા પોટલી બંધાવી હતી