અમદાવાદ: નારોલમાં મટનગલી વિસ્તારમાં આવેલી કાપડની મિલમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી જે વહેલી સવારે પણ કાબૂમાં આવી નથી આગના કારણે મિલની દિવાલો પણ ધરાશાયી થઇ છે કાપડની મિલ હોવાથી આગે વિકારળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આજે સાંજ સુધીમાં કાબુમાં આવે તેવી શક્યતા છેઘટનામાં હાલ કોઇ જાનહાનિના અહેવાલ નથી આગ ઓલવવા માટે 20થી વધુ ફાયર ફાઇટરોને ઘટના સ્થળે તહેનાત કરી દેવાયા હતા