સુરતઃ ઓલપાડ તાલુકાની બરબોધન સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં આગ લાગતા ડાંગરની 5 હજાર બોરી ભસ્મીભૂત થઇ ગઇ છે જેમાં અઢી કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે જેથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે
ખેડૂત આગેવાન જયેશભાઇએ જણાવ્યું હતું કે, આ મંડળી પુલિંગ પદ્ધતિથી ચાલે છે એટલે કે, ખેડૂતોને દવા, બિયારણ, અને ખાતર તેમજ ધિરાણ આપતીને ચાલતી મડળીને પુલિંગ મંડળી કહેવાય છે જેમાં 700-800 ખેડૂતોનું ઉત્પાદન એટલે કે ડાંગર સ્ટોર કરાયો હતો લગભગ 5 હજાર બોરી ડાંગર હતો જેમાં લગભગ અઢી કરોડની ડાંગર બળીને ખાખ થઈ ગયું છે