જામનગર: જામનગરમાં દેવુભાના ચોકમાં ટીંબાફળીમાં રીનોવેશન કામગીરી દરમિયાન ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં ત્રણ વ્યક્તિના મૃત્યુની ગોઝારી દુઘર્ટનામાં વરસાદના કારણે જમીન પોચી પડતા મકાન ધરાશાયી થયાનું પોલીસમાં જાહેર થયું છે પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કપરી સ્થિતિમાં રેસ્ક્યું કામગીરી અવિરત રાખતા ત્રણ માળના મકાનના કાટમાળમાંથી 31 કલાક કામગીરી બાદ ત્રીજો મૃતદેહ મળ્યો હતો