જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા દરમિયાન સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યમાં અનુચ્છેદ 370ને ખતમ કરે 10 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે પરંતુ કલમ 144 હજી પણ લાગુ છે અને મોબાઈલ સેવા બંધ છે જોકે રાત્રિની ફ્લાઈટ, યાત્રીઓનું આવવું જવું અને અન્ય સુવિધાઓ ધીમે ધીમે શરૂ કરી દેવામાં આવી છે આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બીએસ સુબ્રમણ્યમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું છે કે, આ દસ દિવસ દરમિયાન કોઈ દુર્ઘટના નથી થઈ અને કોઈના જીવ નથી ગયા તબક્કાવાર પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવશે