કેરળમાં પૂર અને વરસાદના કારણે આઠ જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે સોમવારે રાજ્યમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યાનો આંકડો 72 સુધી પહોંચી ગયો છે 58 લોકો હજી પણ ગુમ છે પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી અઢી લાખ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અહીં 1640 રાહત શિબીર બનાવવામાં આવી છે બીજી બાજુ કર્ણાટકના 17 જિલ્લા પણ પૂરથી પ્રભાવિત છે અહીં છેલ્લાં 12 દિવસમાં 40 લોકોના જીવ ગયા છે જ્યારે 14 લોકો ગુમ છે ત્યારે કર્ણાટકના બેલગામમાં જીવ બચાવવા એક મગર પાણીમાંથી મકાનના છાપરા પર ચડી ગયો હતો જાનવરોના આ રીતે માનવ રહેણાંકોમાં ઘૂંસપેઠ જોઈ લોકો પણ હેરાનમાં પડી ગયા હતા જેનો વીડિયો એએનઆઈએ પોસ્ટ કર્યો છે