ડાકોરઃશ્રાવણી પૂનમના પાવન દિવસે રણછોડરાયજીને રાખડી બાંધવામાં આવી અને સૌની રક્ષા કરવાની પ્રાર્થના કરવામાં આવી આ સાથે જ ભગવાનની જનોઈ પણ બદલવામાં આવી હતી ડાકોરના ઠાકોરને મોતી જડિત રાખડી અને સોનાની જનોઈ પહેરાવવામાં આવી હતી મંદિરમાં ઉપસ્થિત બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની જનોઈ બદલવામાં આવી હતી આ શુભ પ્રસંગો હજારો ભાવિકભક્તોએ ડાકોરના ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી