અમદાવાદ: ગુજરાતમાં છેલ્લી મુલાકાતે વિદેશ મંત્રી હતા ત્યારે સુષ્મા સ્વરાજ આવ્યા હતા ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત ભાજપ દ્વારા મહિલાઓ માટે સુષ્મા સ્વરાજનો ટાઉન હોલ યોજ્યો હતો 14 ઓક્ટોબરે સુષ્મા સ્વરાજે વીડિયો કોન્ફરન્સિંગથી ગુજરાતની 150થી વધુ જગ્યાઓએ હાજર એક લાખથી વધુ મહિલાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો તેમાં તેમણે ફિલ્મ દંગલની ઉદાહરણ આપીને કહ્યું હતું કે, મહિલાઓએ માઈન્ડ સેટ બદલવો પડશે ઉપરાતં તેમણે પ્રારંભમાં કહ્યું હતું કે, અડગ ગુજરાતની અડગ બહેનોને મારા નમસ્કાર તેમણે મહિલાઓના સશક્તિકરણ, ફિલ્મના ઉદાહરણને આધારે પુરૂષ સમોવડી છે કે નહીં તે, ત્રિપલ તલાક, સ્ત્રી ભ્રૂણહત્યા સહિતના મુદ્દે પોતાના મત વ્યક્ત કર્યા હતા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રીનું ગૌરવ પ્રાપ્ત કર્યું તે ભૂતપૂર્વ સીએમ આનંદીબેન પટેલ પણ જોડાયા હતા