યુએન મહાસચિવ એંટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીવન દુર્જૌરિકે કાશ્મીર મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી જ્યારે તેમને ભારત-પાકના કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા માટે સૂચન માંગવામાં આવ્યુ ત્યારે સ્ટીવને કહ્યું કે, આ મામલે મહાસચિવનો પક્ષ સ્પષ્ટ છે જો બંને દેશો (ભારત-પાક) કહેશે તો અમે તેમની મદદ માટે હંમેશા તૈયાર છીએ
આ દરમિયાન અમેરિકાએ કહ્યું છે કે, ભારતની કલમ 370 ખતમ થયા પછી અમારી નજર જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર છે અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્તાગુસે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન શાંતિ જાળવી રાખે અમે ભારતનો કાશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લીધો અને તેના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભાગલા કરવાનો નિર્ણય પણ જોયો ભારતે અમને કહ્યું કે, આ તેમનો અંગત વિષય છે અમે બંને દેશોને એલઓસી પર શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ