અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મંચ પર મળ્યાના એક દિવસ બાદ જ કાશ્મીર મુદ્દા પર અમેરિકાએ મધ્યસ્થી થવાની તૈયારી દર્શાવી છે ઉલ્લેખનીય છે કે પાંચમી વખત અમેરિકાએ જો ભારત સહમત હોય તો મધ્યસ્થી થવાની વાત રજૂ કરી છે ઈમરાન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફોરન્સમાં ટ્રમ્પ કાશ્મીર મુદ્દા પર સીધો જવાબ આપવાથી બચતા રહ્યાં છે જોકે, મધ્યસ્થતાના સવાલ પર તેમણે પોતાને એક સફળ મધ્યસ્થી ગણાવ્યા તેમણે કહ્યું કે ભારત કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો માને છે અને શરૂઆતથી જ ત્રીજા પક્ષની દખલની વિરુદ્ધ છે