અંકલેશ્વરમાં બીજા દિવસે પણ 3 ઈંચથી વધુ વરસાદથી ઠેર-ઠેર પાણી

DivyaBhaskar 2019-08-05

Views 2K

અંકલેશ્વર: અંકલેશ્વરમાં સત્તત બીજા દિવસે પણ પણ વરસાદ અનરાધાર પડતા જનજીવન થભી જવા પામ્યું છે અંકલેશ્વરમાં ખાસ કરી આમલાખાડીને લઇ સર્જાયેલ પૂર થી સ્થિતિ બીજા દિવસે પણ યથાવત રહેતા શહેરના પશ્ચિમ વિસ્તાર એવા એશિયાડ નગર, સર્વોદયનગર, રોશન પાર્ક1-2 , જનકવાટીકા, ત્યાગીનગર, વૃંદાવન સોસાયટી, શક્તિનગર, શાન્તાનું રોયલ પાર્ક, વૃંદાવન 2 શક્તિનગર, જલારામનગર સહીત 20 વધુ સોસાયટી પાણી ગરક થઇ જવા પામી છે 48 કલાક પછી પણ પાણી ના ઓસરતાં લોકો હાલત કફોડી થવા પામી છે આજ હાલત કાપોદ્રા, ભરકોદ્રા, કોસમડી, પીરામણમાં જોવા મળ્યા છે આ ઉપરાંત સંજયનગર, નિરંતનગર વિસ્તારમાં વરસાદી પાણીને લઇ ઘરોમાં પાણી ઘુસ્યા હતા તો પીરામણ ગામના નીચાણળવાળા વિસ્તાર હજી પણ પાણી ઓસર્યા ના હતા ગત રાત્રીના દોઢ ઈંચ વરસાદ બાદ આજરોજ 77 મિમિ વરસાદ પડ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS