ગુરુવારે બ્રિટનમાં ડર્બી શહેરની મૂળ ભારતીય રહેવાસી ભાષા મુખર્જીએ મિસ ઇંગ્લેન્ડ 2019નો તાજ જીત્યો છે 23 વર્ષીય ભાષાએ વિનર બન્યા પછી ગણતરીના કલાકોમાં જ બોસ્ટનની એક હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી ડિસેમ્બરમાં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાષા ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરશે23 વર્ષીય ભાષા પાસે હાલ બે ગ્રેજ્યુએટ ડિગ્રી છે તેણે મેડિકલ સાયન્સ ઉપરાંત મેડિસિન અને સર્જરીમાં ગ્રેજ્યુએટ કર્યું છે ઇંગ્લેન્ડની નોટિન્ગઘમ યુનિવર્સિટીમાં તેણે અભ્યાસ કર્યો છે 9 વર્ષની ઉંમરે ભાષા તેના પરિવાર સાથે ભારતથી ઇંગ્લેન્ડ આવી હતી મિસ ઇંગ્લેન્ડના તાજ સાથે ભાષાને મોરિશિયસ હોલિડે પેકેજ પણ મળ્યું છે