પાક સેનાને રૂ. 865 કરોડની મદદ કરવાના નિર્ણયને ભારતે ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો

DivyaBhaskar 2019-08-02

Views 933

અમેરિકા તરફથી પાકિસ્તાન સેનાને રૂ 865 કરોડ (125 કરોડ ડોલર)ની મદદ કરવાના નિર્ણયને ભારતે ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે જણાવ્યું કે, આ મુદ્દાને દિલ્હીમાં આવેલા અમેરિકન રાજદૂત અને વોશિંગ્ટન ટ્રમ્પના પ્રશાસન સામે રજૂ કરવામાં આવ્યો છે

ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકન રાજદૂત સાથે સાઉથ બ્લોકમાં ચર્ચા કરવામાં આવી હતી તેમાં આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો અમેરિકન રક્ષા વિભાગે પેંટાગનમાં ગયા સપ્તાહે જ સંસદને જણાવ્યું હતું કે, તેઓ પાકિસ્તાનને એફ-16 ફાઈટર જેટ્સની દેખરેખ માટે રૂ 865 કરોડ આપશે પેંટાગનનો આ નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી સામે આવ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS