જમ્મુ-કશ્મીરમાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થવાથી એક વ્યક્તિ માટીની અંદર દબાઈ ગઈ હતી માત્ર માથું જ બહાર અને આખું શરીર માટીમાં દબાયેલું હોય તે રીતે ફસાયેલા આ યુવકની ભાળ પણ CRPFના ખોજી ડોગ અજેક્સીને મળી હતી ડોગના ભસવાનો અવાજ સાંભળીને ત્યાં પહોંચેલી જવાનોની ટીમે સહેજ પણ વિલંબ કર્યા વગર જ આજુબાજુની જગ્યાઓએ શોધખોળ આદરી હતી અજેક્સીના ભસવાના સિંગ્નલ પર ભરોસો રાખીને જવાનોએ પણ માટીની અંદર જોવાનું ચાલુ રાખ્યું હતું ત્યાંજમાટીમાં માથા સુધી દબાયેલા આ યુવકને જોઈને તરત જ સીઆરપીએફની 72મી બટાલિયને તેના બચાવ માટેનું રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યું હતું જવાનોએ પાવડા સહિતનાં અન્ય ઓજારો સાથે સાવધાનીપૂર્વક ખોદવાનું ચાલુ કરવાની સાથે અર્ધબેહોશ યુવકને હિંમત પણ આપી હતી
ભારે મહેનતના અંતે આ યુવકને બહાર નીકાળવામાં સફળતા મળી હતી ફસાયેલા આ યુવકની ઓળખ લુઢવાલ ગામના પ્રદીપકુમાર તરીકે કરવામાં આવી છે જો કે આવી ભયંકર સ્થિતિમાં ફસાઈને મોતને નજર સામે જોઈ આવેલ આ યુવક આઘાતમાં સરી ગયો હતો સારવાર હેઠળ રાખવામાં આવેલ આ યુવકને એટલો આઘાત લાગ્યો હતો કે તે બોલી પણ નથી શક્યો તપાસમાં જાણવા મળ્યું હતું કે રાત્રે જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે જ પ્રદીપકુમાર માટીમાં દટાઈ ગયો હતો
ઘટનાની જાણ થતાં જ આર્મીની ટીમ પણ સીઆરપીએફના જવાનોને મદદ કરવા માટે ત્યાં પહોંચી હતી સીઆરપીએફના જવાનોએ કરેલા દિલધડક રેસ્ક્યુનો વીડિયો સામે આવતાં જ અનેક લોકોએ તેમને દેવદૂત કહીને વખાણ્યા હતા તો અન્ય યૂઝર્સોએ તો આખી ઘટનાને ચમત્કાર જેવી ગણાવી હતી