જામનગર: જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદનાં પગલે ધ્રોલ તાલુકાનું લતીપુર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું જેને લઈને આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે ભારે વરસાદનાં પગલે લતીપુર ગામનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેનો વીડિયો પણ સામે આવ્યો છે આ સાથે જ નદીઓ બેકાંઠે વહેવા લાગી હતી છેલ્લા 24 કલાકમાં ધ્રોલમાં 6 ઈંચ અને લતીપુરમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે