સુરતઃ હવામાન વિભાગની આગાહીના પગલે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સવારે 6થી 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 46 ઈંચ વરસાદ ખાબક્યો છે અને હનામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરમિયાન ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લામાં મધુબન ડેમની સપાટીમાં વધારો થતા ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાળવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે