પત્રકાર બેરી બિરકે ન્યૂયોર્ક ટાઈમ્સ માટે કારગિલ યુદ્ધ કવર કર્યું હતું તેમના જણાવ્યા અનુસાર હું જ્યારે કારગિલમાં 16500 ફૂટ ઊંચા શિખર પર પહોંચ્યો તો જોયું કે 5 સૈનિકોના મૃતદેહ પાક ધ્વજમાં લપેટાયા હતા તેને દફનાવવાની તૈયારી ચાલી રહી છે પોઈન્ટ 4875 નામનું આ શિખર નાકની અણીની જેવું સીધું હતું ત્યાં કબર ખોદવી અત્યંત મુશ્કેલ હતી ભારતીય સૈનિક માત્ર 2 ફૂટ ઊંડો ખાડો કરી શક્યા એટલામાં તો કોદાળીની ધારે જવાબ આપી દીધો 20 વર્ષ પહેલાં વિશ્વની સૌથી ઊંચી રણભૂમિ પર બે મહિના સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન સેંકડો પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા પાક લશ્કરે તેમને ઓળખવાનો ઇનકાર કર્યો હતો પરંતુ ભારતીય લશ્કર પોતાના સિદ્ધાંત સામે ડગ્યું નહીં યુદ્ધ પૂરું થયા પછી જ્યાં જ્યાંથી પણ પાક સૈનિકોના શબ મળતાં ગયા તેમને ભારતીય લશ્કર ઇસ્લામી રિવાજ મુજબ સુપુર્દ-એ-ખાક કરતી ગઈ લડાઈના અંતિમ ચરણમાં જ્યારે પાંચ પાકિસ્તાન સૈનિકોને સુપુર્દ-એ-ખાક કરાયા ત્યારે મને ચેતક હેલિકોપ્ટર દ્વારા તે શિખર પર જવાની તક મળી